B.Sc. Semester-1 Online Admission

શ્રી સી. ડી. પટેલ મહાવિદ્યા મંડળ સંચાલિત

શ્રીમતી એસ. એમ. પંચાલ સાયન્સ કોલેજ, તલોદ

B.Sc. Sem. -1 પ્રવેશ જાહેરાત (શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૦૨૪)(ગ્રાન્ટ ઇન એઈડ કોલેજ)

મિત્રો...

ધોરણ 12 સાયન્સમાં પાસ થનાર સૌ વિદ્યાર્થીઓને અભિનંદન...


  • ૧૯૬૦ થી શ્રી સી. ડી.પટેલ મહા વિદ્યા મંડળ, તલોદ સંચાલિત ઉત્તર ગુજરાત અને સાબરકાંઠા જિલ્લાની પ્રતિષ્ઠિત અને સૌથી જૂની સાયન્સ કોલેજ
  • જ્યાં Chemistry, Botany, Physics અને Microbiology વિષયમાં B.Sc. અને M.Sc. તથા Ph.D. સુધીના અભ્યાસક્રમ ઉપલબ્ધ છે.
  • દરેક વિષયના અનુભવી તથા વિદ્વાન અધ્યાપકો ધરાવતી આ સંસ્થા તમામ ભૌતિક અને શૈક્ષણિક સુવિધાઓથી સજ્જ છે.
  • પ્રાકૃતિક પર્યાવરણ અને રમતગમતનું વિશાળ મેદાન ધરાવતું કેમ્પસ
  • આ કેમ્પસ સમગ્ર વર્ષ દરમિયાન શૈક્ષણિક, રમતગમત , NCC, NSS તથા ઈત્તર પ્રવૃત્તિઓથી ધમધમતું રહે છે.
  • શિક્ષણના વિકાસ સાથે વ્યક્તિત્વ નો વિકાસ અને તે થકી શ્રેષ્ઠ વ્યક્તિ નિર્માણની બાબત સંસ્થાના પાયામાં રહેલ છે.
  • સંસ્થા ગ્રાન્ટ-ઈન-એઈડ હોવાથી બહુ જ ઓછી ફી સાથે પ્રવેશ લઇ ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવી શકાય છે.

નીચેની લીંક પર આપની તમામ માહિતી ભરવી

   Online form ભરવા માટેની Link


  • આ લીંક ફક્ત એડમિશન માટે આપની માહિતી મેળવી સંપર્ક માટેની જ છે.
  • કોલેજ કાર્યાલય માંથી સવારે 8.00 થી 12.00 દરમ્યાન પ્રવેશ ફોર્મ મેળવી જરૂરી માહિતી ભરીને કાર્યાલયમાં પરત આપવું જરૂરી છે.
  • પ્રવેશ NEP 2020 ના યુનિવર્સિટી નિયમ મુજબ આપવામાં આવશે.
  • પ્રવેશ આપતી વખતે કાર્યાલયમાં આવેલ પ્રવેશ ફોર્મ ને જ ધ્યાનમાં લેવામાં આવશે.

એડમિશન ફોર્મ મેળવવા:

  • સવારે 8.00 થી બપોરે 12.00 દરમિયાન કોલેજ કાર્યાલય પરથી મેળવી લેવા.
  • પ્રવેશ ફોર્મ સાથે તમામ જરુરી ડોક્યુમેન્ટની ઝેરોક્ષ નકલ જોડી કાર્યાલયમાં જમા કરાવવી.
  • પ્રવેશ અંગેની માહિતી કોલેજ વેબસાઈટ http://localhost જોતા રહેવું.

આચાર્યશ્રી

સાયન્સ કોલેજ, તલોદ

જી. સાબરકાંઠા


Copyright © 2016 Science College Talod All rights Reserved. | Maintained by PMS Web Technology®